અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે શોપિંગ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ
- અંકલેશ્વરમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ - સદનસીબે જાનહાનિ ટળી પરંતુ સુરક્ષા સામે સવાલો ઊભા થયા ભરૂચ, 08 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તેવ
અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે શોપિંગ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે શોપિંગ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે શોપિંગ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે શોપિંગ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે શોપિંગ કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થતાં દોડધામ

- અંકલેશ્વરમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ

- સદનસીબે જાનહાનિ ટળી પરંતુ સુરક્ષા સામે સવાલો ઊભા થયા

ભરૂચ, 08 જુલાઈ (હિ.સ.) : અંકલેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તેવામાં આજે એક મોટી દુર્ઘટના ઘટતા-ઘટતા અટકી છે. અંકલેશ્વરના વ્યસ્ત ગણાતા મહાવીર ટર્નિંગ નજીક આવેલા એક ઘણા વર્ષો જુના અને અદ્યતન બાંધકામ ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સનો આગળનો ભાગ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ આકસ્મિક ઘટનામાં કોમ્પ્લેક્સની છત અને ગેલેરીનો એક મોટો હિસ્સો કડાકાભેર તૂટીને બરાબર નીચે આવેલી દુકાનોના શેડ પર ખાબક્યો હતો, જેને પગલે જોરદાર ધડાકો થતાં જ આસપાસના વેપારીઓ, ગ્રાહકો અને સ્થાનિક રાહદારીઓમાં જીવ બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી.

સદનસીબે ઘટના સમયે વરસાદી માહોલ હોવાને કારણે દુકાનોમાં તેમજ કોમ્પ્લેક્સની આસપાસ લોકોની અવરજવર ખૂબ જ ઓછી હતી, જેના લીધે કોઈ જાનહાની કે ગંભીર ઇજાના અહેવાલ સાંપડ્યા નથી. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મહાવીર ટર્નિંગ એ હમેશાં લોકોથી ઉભરાતો વિસ્તાર છે અને જો આ ઘટના સામાન્ય દિવસોમાં કે પીક અવર્સ દરમિયાન બની હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને અનેક લોકો ઇજાગ્રસ્ત અથવા મોતના મુખમાં પણ ધકેલાઈ શક્યા હોત. જોકે, આ અકસ્માતમાં માત્ર ભૌતિક નુકસાન જ થયું છે અને કોઈ પણ વ્યક્તિને ઈજા ન પહોંચતા સ્થાનિકો સહિત વહીવટી તંત્રે પણ રાહતનો શ્વાસ લીધો છે.

સતત વરસી રહેલા વરસાદની વચ્ચે બનેલી આ ઘટનાએ અંકલેશ્વરના રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગોની માળખાકીય સલામતી તેમજ નગરપાલિકા દ્વારા અપાતી નોટિસો સામે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે અને ભવિષ્યમાં આવી કોઈ ગંભીર હોનારત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા આવા જર્જરિત કોમ્પ્લેક્સની તટસ્થ તપાસ કરી તાત્કાલિક જરૂરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ

 rajesh pande