પાટણ LCBનો સપાટો, 5 દેશી પિસ્તોલ સાથે 6 આરોપી ઝડપાયા
પાટણ, 08 જુલાઈ (હિ.સ.)પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ રાધનપુર ડિવિઝન હેઠળ વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી 5 ગેરકાયદેસર દેશી પિસ્તોલ (કટ્ટા), 4 જીવતા કારતૂસ અને હથિયાર બનાવવાના સાધનો સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે. બાતમીના આ
પાટણ LCBનો સપાટો, 5 દેશી પિસ્તોલ સાથે 6 આરોપી ઝડપાયા


પાટણ, 08 જુલાઈ (હિ.સ.)પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ રાધનપુર ડિવિઝન હેઠળ વારાહી, સમી અને શંખેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન ચલાવી 5 ગેરકાયદેસર દેશી પિસ્તોલ (કટ્ટા), 4 જીવતા કારતૂસ અને હથિયાર બનાવવાના સાધનો સાથે 6 આરોપીઓની ધરપકડ કરી છે.

બાતમીના આધારે સમીના ગાજીદીનપુરા ચાર રસ્તા, શંખેશ્વરના મુજપુર તેમજ વારાહી અને રાણીસર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 21,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 5 દેશી પિસ્તોલ, 4 કારતૂસ ઉપરાંત ગ્રાઇન્ડર, હથોડી, આરી, પક્કડ, કાનસ સહિત હથિયાર બનાવવા ઉપયોગી વિવિધ સાધનોનો સમાવેશ થાય છે.

આ કેસમાં મુજપુર, અમરાપુર, વારાહી, રાણીસર અને વેપારીવાસના કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા વધુ બે આરોપી હાલ ફરાર છે. જેમાં એક સામે અગાઉ 18 અને બીજા સામે 6 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

વારાહી પોલીસ સ્ટેશનમાં 3, સમી પોલીસ સ્ટેશનમાં 1 અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં 1 મળી કુલ 5 ગુનાઓ આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) અને 27 હેઠળ નોંધવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે કે આ હથિયારો અન્ય કોઈ ગુનામાં વપરાયા હતા કે નહીં અને વધુ હથિયારો મળી આવવાની શક્યતા પણ તપાસી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande