‘પ્રોજકેટ શિક્ષા’ને મળ્યો આવકાર, 90 વિદ્યાર્થીઓ જોડાયા.
પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)શિક્ષણના માધ્યમથી સમાજ અને રાષ્ટ્રના વિકાસના ઉદ્દેશ સાથે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા શરૂ કરાયેલા **‘પ્રોજેક્ટ શિક્ષા’**ને વાલીઓ અને વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના આશર
‘પ્રોજકેટ શિક્ષા’ને મળ્યો આવકાર, 90 વિદ્યાર્થીઓ જોડાયા.


‘પ્રોજકેટ શિક્ષા’ને મળ્યો આવકાર, 90 વિદ્યાર્થીઓ જોડાયા.


‘પ્રોજકેટ શિક્ષા’ને મળ્યો આવકાર, 90 વિદ્યાર્થીઓ જોડાયા.


પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)શિક્ષણના માધ્યમથી સમાજ અને રાષ્ટ્રના વિકાસના ઉદ્દેશ સાથે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા શરૂ કરાયેલા **‘પ્રોજેક્ટ શિક્ષા’**ને વાલીઓ અને વિદ્યાર્થીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારોના આશરે 90 વિદ્યાર્થીઓએ આ પ્રોજેક્ટમાં નોંધણી કરાવી પોતાના ઉજ્જવળ ભવિષ્ય તરફ પ્રથમ પગલું ભર્યું છે. ઘણા પરિવારો પોતાના સંતાનોને સારું શિક્ષણ અને કોચિંગ આપવાની ઈચ્છા ધરાવતા હોવા છતાં આર્થિક સંજોગોના કારણે તે શક્ય બનતું નથી. આવા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી કિશન રાઠોડે ધોરણ 9થી 12ના અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ‘પ્રોજેક્ટ શિક્ષા’ શરૂ કર્યો છે.આ પ્રોજેક્ટ હેઠળ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જાણીતા કોચિંગ ક્લાસિસ, અનુભવી શિક્ષકો, ડિજિટલ બોર્ડ જેવી આધુનિક સુવિધાઓ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા, માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા તથા અભ્યાસમાં હોશિયાર હોવા છતાં સંજોગોના કારણે પાછળ રહી જતા વિદ્યાર્થીઓને આ યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.પ્રોજેક્ટમાં અત્યાર સુધી 90 જેટલા વિદ્યાર્થીઓ જોડાતા વાલીઓએ આ પહેલને આવકારી કિશન રાઠોડનો આભાર વ્યક્ત કર્યો છે. કિશન રાઠોડે જણાવ્યું હતું કે વાલીઓનો વિશ્વાસ જ અમારી સૌથી મોટી તાકાત છે. ‘પ્રોજેક્ટ શિક્ષા’ને મળતો પ્રેમ અને સહકાર વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચવાની પ્રેરણા આપે છે. આગામી વર્ષોમાં પણ વધુ જરૂરિયાતમંદ બાળકો સુધી આ પહેલ પહોંચાડવા તમામ પ્રયાસો કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande