વડોદરાના નિઝામપુરા એસ.ટી. બસ ડેપો પાસે રસ્તા પર ભુવો, વાહનચાલકો માટે જોખમ
વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની હાલત ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં એસ.ટી. બસ ડેપો પાસે અચાનક રસ્તા પર ભુવો પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમા
ભુવો


ભુવો


ભુવો


વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ રસ્તાઓની હાલત ફરી એકવાર ચર્ચામાં આવી છે. શહેરના નિઝામપુરા વિસ્તારમાં એસ.ટી. બસ ડેપો પાસે અચાનક રસ્તા પર ભુવો પડતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં આવેલા એસ.ટી. બસ ડેપો નજીક રસ્તા પર અચાનક ભુવો પડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ માર્ગ શહેરના વ્યસ્ત માર્ગોમાંનો એક હોવાથી દિવસભર વાહનોની ભારે અવરજવર રહે છે. રસ્તા પર પડેલા ભુવાને કારણે અકસ્માતની આશંકા ઊભી થઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે આ ભુવો જોખમરૂપ બની શકે છે.

સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક સ્થળ પર પહોંચી ભુવાનું સમારકામ કરવા અને સુરક્ષા માટે જરૂરી બેરિકેડિંગ તથા ચેતવણીના બોર્ડ લગાવવાની માંગ કરી છે. ચોમાસાની શરૂઆતમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા ધસી પડવા અને ભુવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેના કારણે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.

નિઝામપુરા એસ.ટી. બસ ડેપો પાસે પડેલા આ ભુવાના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા કેટલા ઝડપથી સમારકામ કરીને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande