પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી, વીજ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન યોજાય.
પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા વધે તે હેતુથી પોરબંદરમાં ‹સલામતી સપ્તાહ›ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ નિગમિત કચેરીના માર્ગદર્શન
પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી, વીજ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન યોજાય.


પોરબંદરમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી, વીજ સલામતી અંગે જનજાગૃતિ અભિયાન યોજાય.


પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરિકોમાં વીજ સલામતી અંગે જાગૃતિ અને સતર્કતા વધે તે હેતુથી પોરબંદરમાં ‹સલામતી સપ્તાહ›ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ નિગમિત કચેરીના માર્ગદર્શન હેઠળ પોરબંદર વર્તુળ કચેરી તેમજ તેના હેઠળની વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.સલામતી સપ્તાહ દરમિયાન વીજ અકસ્માતોની રોકથામ માટે પીજીવીસીએલના કર્મચારીઓ માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વીજ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીના કર્મચારીઓને વીજ સલામતી અંગે સેફ્ટી ફિલ્મ દર્શાવી સલામત કામગીરી અને અકસ્માત નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જાહેર જનજાગૃતિના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ સલામતી અને વીજ બચત અંગે પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વીજ સલામતી અને ઊર્જા બચત વિષયક ચિત્ર, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાઈ હતી. સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત પોરબંદર શહેરમાં વીજ સલામતી અંગે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. રેલીનો પ્રારંભ પીજીવીસીએલ વર્તુળ કચેરીથી થઈ રેલવે સ્ટેશન રોડ, બાલુબા સ્કૂલ ફુવારા, સ્વાગત હોટલ અને રામટેકરી રોડ થઈ ફરી વર્તુળ કચેરી ખાતે પૂર્ણ થયો હતો. રેલી દરમિયાન નાગરિકોને વીજ સલામતીના નિયમો અને વીજ બચત અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર, શહેર અને ગ્રામ્ય વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેરો સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પીજીવીસીએલે ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજ સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે. નાગરિકોને વીજ થાંભલા, ટ્રાન્સફોર્મર અને વીજ લાઈનથી સુરક્ષિત અંતર જાળવવા, ભીના હાથે વીજ ઉપકરણોને સ્પર્શ ન કરવા તેમજ જમીન પર વીજ વાયર પડેલો જોવા મળે તો તેને અડવાને બદલે તાત્કાલિક પીજીવીસીએલની નજીકની કચેરી અથવા ટોલ ફ્રી નંબર 19122 અથવા 1800 233 155 333 પર જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande