માંજલપુર પેટાચૂંટણીની પ્રક્રિયાનો પ્રારંભ, મુક્ત અને નિષ્પક્ષ મતદાન માટે તંત્ર સજ્જ
વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રે મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
ચૂંટણીની તૈયારી


ચૂંટણીની તૈયારી


વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ચૂંટણી પ્રક્રિયાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રે મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

ચૂંટણી પંચના આદેશ અનુસાર વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સમગ્ર મતવિસ્તારમાં શાંતિપૂર્ણ, મુક્ત અને નિષ્પક્ષ રીતે મતદાન યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે.

ચૂંટણી દરમિયાન ઉમેદવારોના ખર્ચ પર નજર રાખવા માટે ખર્ચ નિરીક્ષક (Expenditure Observer)ની નિમણૂક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચની સતત દેખરેખ રાખવાની સાથે ચૂંટણી આચારસંહિતાનું કડક પાલન થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

મતદારોને કોઈપણ પ્રકારનું પ્રલોભન આપવામાં ન આવે તેમજ નાણાં કે અન્ય વસ્તુઓનું ગેરકાયદેસર વિતરણ અટકાવવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ, સર્વેલન્સ ટીમો અને સ્ટેટિક સર્વેલન્સ ટીમોને સક્રિય કરવામાં આવી છે. તમામ ટીમોની કામગીરીનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી સંબંધિત ફરિયાદો માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે, જ્યારે ખર્ચ નિરીક્ષકનો સંપર્ક નંબર પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, જેથી કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત ફરિયાદ સરળતાથી નોંધાવી શકે.

વહીવટી તંત્રનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે દરેક સ્તરે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

માંજલપુર પેટાચૂંટણીને લઈને હવે રાજકીય પક્ષોની તૈયારીઓ વચ્ચે વહીવટી તંત્ર પણ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. આગામી દિવસોમાં ઉમેદવારી પ્રક્રિયા અને ચૂંટણી પ્રચાર વધુ વેગ પકડે તેવી શક્યતા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande