સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂરથી ટેક્સટાઇલ ઉદ્યોગને ₹100થી ₹150 કરોડનું નુકસાન, લાખો સાડીઓ બરબાદ
સુરત, 08 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત ભારે વરસાદ અને ત્યારબાદ ખાડીઓમાં આવેલા પૂરના કારણે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા કાપડ ઉદ્યોગમાં અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જ
बारिश से साड़ियों को नुकशान


સુરત, 08 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત ભારે વરસાદ અને ત્યારબાદ ખાડીઓમાં આવેલા પૂરના કારણે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા કાપડ ઉદ્યોગમાં અનેક માર્કેટોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ખાસ કરીને રિંગ રોડ અને આસપાસ આવેલા અંદાજે 100 જેટલા કાપડ માર્કેટ સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. આ માર્કેટોના બેઝમેન્ટમાં આવેલી સેંકડો દુકાનોમાં વરસાદી અને ખાડીનું ગંદુ પાણી ઘૂસી જતાં હજારો સાડીઓ તથા ડ્રેસ મટિરિયલ સંપૂર્ણપણે પલળી ગયા હતા. અનેક દુકાનોમાં રાખેલો કિંમતી સ્ટોક હવે વેચાણલાયક રહ્યો નથી.

રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને વેપારીઓએ અગાઉથી જ મોટા પ્રમાણમાં નવો સ્ટોક તૈયાર રાખ્યો હતો. પરંતુ કુદરતી આફતના કારણે તહેવાર પહેલાં જ વેપારીઓના તમામ આયોજન પર પાણી ફરી વળ્યું છે. લાખો સાડીઓ અને કાપડનો જથ્થો બરબાદ થતાં વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે.

પ્રાથમિક અંદાજ મુજબ, ભારે વરસાદ અને પૂરના કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને ₹100થી ₹150 કરોડ જેટલું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. માત્ર કાપડ જ નહીં, પરંતુ પેકિંગ મટિરિયલ, કમ્પ્યુટર, ફર્નિચર અને અન્ય સાધનોને પણ નુકસાન થયું છે. અનેક માર્કેટોમાં હજુ પણ કાદવ અને ગંદકી હોવાથી વેપાર સંપૂર્ણપણે સામાન્ય થવામાં સમય લાગી શકે છે.

ફોસ્ટા (FOSTA)ના જનરલ સેક્રેટરી દિનેશ કટારિયાએ જણાવ્યું કે આ વખતે પડેલા ભારે વરસાદે વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વરસાદ એટલો ઝડપથી પડ્યો કે વેપારીઓને બેઝમેન્ટમાંથી માલ બહાર કાઢવાનો સમય પણ મળ્યો નહીં. ત્યારબાદ ખાડીઓના બેક વોટર અને ગટરના ગંદા પાણી માર્કેટોમાં ઘૂસી જતાં મોટાભાગનો સ્ટોક બગડી ગયો છે. હજારો વેપારીઓ માટે આ સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande