પોરબંદર જિલ્લામાં યુવા આપદા મિત્રોની સાત દિવસીય તાલીમનો પ્રારંભ.
પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક પ્રતિસાદ માટે પ્રશિક્ષિત સ્વયંસેવકો તૈયાર કરવાના હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ NSS તથા મેરા યુવા ભારત (M
પોરબંદર જિલ્લામાં યુવા આપદા મિત્રોની સાત દિવસીય તાલીમનો પ્રારંભ.


પોરબંદર જિલ્લામાં યુવા આપદા મિત્રોની સાત દિવસીય તાલીમનો પ્રારંભ.


પોરબંદર, 08 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં આપત્તિ સમયે સ્થાનિક સ્તરે ઝડપી અને અસરકારક પ્રતિસાદ માટે પ્રશિક્ષિત સ્વયંસેવકો તૈયાર કરવાના હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરના માર્ગદર્શન હેઠળ NSS તથા મેરા યુવા ભારત (MY Bharat) ના તાલીમાર્થીઓ માટે 'યુવા આપદા મિત્રની સાત દિવસીય નિવાસી તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખાના આયોજન હેઠળ ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ, પોરબંદર મહાનગરપાલિકાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે.

તાલીમ દરમિયાન સુનામી, પૂર, ભૂકંપ, ઔદ્યોગિક અકસ્માત, સર્પદંશ, ફાયર સેફ્ટી, શોધ અને બચાવ (સર્ચ એન્ડ રેસ્ક્યુ), ઘાયલ વ્યક્તિઓને સુરક્ષિત રીતે સ્થળાંતર કરવાની પદ્ધતિ, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર (First Aid) તેમજ CPR જેવી જીવનરક્ષક કૌશલ્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ડિઝાસ્ટર મામલતદાર અંકુર લાડાણી, જિલ્લા પ્રોજેક્ટ અધિકારી ગૌતમ વાળા તથા SPIPA રાજકોટના નાયબ સેક્શન ઓફિસર હિનલબેન કુવાડિયાએ તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે તાલીમ દરમિયાન પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ પોતાના ગામ અને વિસ્તારમાં જનજાગૃતિ ફેલાવવા માટે કરવો જોઈએ, જેથી વધુમાં વધુ લોકો આપત્તિ વ્યવસ્થાપન અંગે સજાગ અને તૈયાર બની શકે.

તાલીમ પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થીઓને 'યુવા આપદા મિત્ર' તરીકે ઓળખપત્ર (આઈ-કાર્ડ) અને પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

તાલીમાર્થીઓને આ તાલીમ દરમિયાન જેટી, ફાયર સ્ટેશન, કંપનીઓ સહિતની અલગ અલગ જગ્યાંએ વિઝિટ કરાવીને જરૂરી જાણકારી અને ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ કઈ રીતે કરવો પ્રેક્ટિકલ કરીને બતાવવામાં આવી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande