ઓપરેશન પરાક્રમ હેઠળ પાદરા પોલીસને મોટી સફળતા, ચોરાયેલું સરકારી લેપટોપ સાથે બે આરોપી ઝડપાયા
વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ હેઠળ પાદરા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. પીપળી પ્રાથમિક શાળામાંથી ચોરાયેલું સરકારી લેપટોપ સાથે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી
આરોપી


વડોદરા, 08 જુલાઈ (હિ.સ.) : વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન પરાક્રમ હેઠળ પાદરા પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. પીપળી પ્રાથમિક શાળામાંથી ચોરાયેલું સરકારી લેપટોપ સાથે બે શંકાસ્પદ આરોપીઓને ઝડપી પાડી પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વડોદરા ગ્રામ્ય પોલીસના ઓપરેશન પરાક્રમ અંતર્ગત મિલકત સંબંધિત ગુનાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન દરમિયાન પાદરા પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.

સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઘાયજ કેનાલ નજીક પોલીસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ બે શંકાસ્પદ ઇસમોને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન તેમની પાસે રહેલી થેલીમાંથી પીપળી મિશ્ર પ્રાથમિક શાળાના કમ્પ્યુટર રૂમમાંથી ચોરાયેલું સરકારી ACER કંપનીનું લેપટોપ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક લેપટોપ કબજે કરીને બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ ચોરી અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલા ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે, જેથી અન્ય કોઈ મિલકત સંબંધિત ગુનાઓમાં તેમની સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે.

ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા ગ્રામ્ય પોલીસ સતત ગુનાખોરી પર લગામ કસવા સક્રિય બની છે. ચોરાયેલું સરકારી લેપટોપ ઝડપથી રિકવર કરીને પાદરા પોલીસે વધુ એક ગુનાનો ભેદ ઉકેલી પોલીસની સતર્ક કામગીરીનો પરિચય આપ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande