વાપી ટાઉનના પ્રોહિબિશન કેસનો વોન્ટેડ આરોપી સુરતના માંગરોળથી ઝડપાયો, વલસાડ એલસીબીને વધુ એક મોટી સફળતા
વાપી, 08 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને સુરત જિલ્લાના માંગરોળ-મોસાલી ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડી વધુ તપાસ માટે વ
આરોપી


વાપી, 08 જુલાઈ (હિ.સ.) : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપીને સુરત જિલ્લાના માંગરોળ-મોસાલી ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડી વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસને સોંપ્યો છે.

સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ (IPS), વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા (IPS)ના માર્ગદર્શન તથા એલસીબીના પોલીસ ઈન્સ્પેક્ટર એ.યુ. રોઝના નેતૃત્વ હેઠળ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાના અભિયાન દરમિયાન પો.સ.ઈ. જે.બી. ધનેશા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલસીબીના અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ડબલુ ઉર્ફે બચ્ચાભાઈ બુલ્લન વર્માને માંગરોળ-મોસાલી ચાર રસ્તા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી હાલ પલસાણા તાલુકાના ટુંડી ગામ ખાતે રહેતો હતો, જ્યારે તેનો મૂળ વતન ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના ખરગીપુર ગામનું છે.

આરોપી વિરુદ્ધ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને વધુ તપાસ માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ સુરત ડીસીબી, ભિલાડ પોલીસ સ્ટેશન અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. તેના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

આ સમગ્ર કામગીરી એલસીબીના પો.સ.ઈ. જે.બી. ધનેશા, અ.હે.કો. સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, અ.પો.કો. કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ, અ.પો.કો. વિવેક ઘનશ્યામભાઈ, અ.પો.કો. દશરથ જગદીશભાઈ અને અ.પો.કો. હરદીપસિંહ હેતુભાની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande