કાકોશી ગામમાં પિયરમાંથી પૈસાની માંગે પત્ની અને સસરા પર હુમલો, ફરિયાદ નોંધાઈ
પાટણ, 08 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં પિયરમાંથી પૈસા લાવવાની માંગણીને લઈને પતિએ પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ અંગે તા. 07/07/2026ના રોજ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ
કાકોશી ગામમાં પિયરમાંથી પૈસાની માંગે પત્ની અને સસરા પર હુમલો, ફરિયાદ નોંધાઈ


પાટણ, 08 જુલાઈ (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં પિયરમાંથી પૈસા લાવવાની માંગણીને લઈને પતિએ પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાનો મામલો સામે આવ્યો છે. આ અંગે તા. 07/07/2026ના રોજ કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ફરિયાદ મુજબ, કાકોશીના ઇસ્લામપુરા વાસમાં રહેતી 34 વર્ષીય ગુલશનબાનુના લગ્ન વર્ષ 2014માં મહંમદશાહ અહેમદશાહ ફકીર સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદથી જ પતિ નાની-નાની બાબતે મારઝૂડ કરી માનસિક ત્રાસ આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તા. 06/07/2026ની મધરાત્રે પણ પતિએ પત્ની સાથે મારઝૂડ કરી હતી.

બીજા દિવસે તા. 07/07/2026ના રોજ પત્નીના પિતા દીકરીના ઘરે પહોંચીને જમાઈને સમજાવવા ગયા હતા. આ દરમિયાન પતિ ઉશ્કેરાઈ પત્નીને માર મારવા લાગ્યો હતો. વચ્ચે પડેલા સસરાની છાતીમાં ફેટ મારી બાદમાં લોખંડની પાઇપ લઈને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકો વચ્ચે પડતાં બંનેનો બચાવ થયો હતો.

ઈજાગ્રસ્ત પિતા-પુત્રીએ સારવાર લીધા બાદ કાકોશી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે બી.એન.એસ. કલમ 85, 115(2), 351(3) તેમજ જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ નિકુલકુમાર કાનજીભાઈ પટેલને સોંપી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande