પાટણમાં વણકર સમાજ ભવનનું કામ પૂરજોશમાં, દિવાળી પહેલાં બે માળ તૈયાર કરવાનો સંકલ્પ
પાટણ, 08 જુલાઈ (હિ.સ.)પાટણમાં વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના હોદ્દેદારોએ પદ્મનાભ મંદિર સામે નિર્માણાધીન સમાજ ભવન અને લાયબ્રેરીના બાંધકામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલ પરમારે જણાવ્યું કે સમાજ ભવનનું બે માળનું આર.સી.સી. બાંધકામ પ
પાટણમાં વણકર સમાજ ભવનનું કામ પૂરજોશમાં, દિવાળી પહેલાં બે માળ તૈયાર કરવાનો સંકલ્પ


પાટણ, 08 જુલાઈ (હિ.સ.)પાટણમાં વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના હોદ્દેદારોએ પદ્મનાભ મંદિર સામે નિર્માણાધીન સમાજ ભવન અને લાયબ્રેરીના બાંધકામનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલ પરમારે જણાવ્યું કે સમાજ ભવનનું બે માળનું આર.સી.સી. બાંધકામ પૂર્ણ થઈ ગયું છે અને હાલ ફ્લોરિંગ, ચણતર તથા પ્લમ્બિંગ સહિતની કામગીરી ઝડપથી ચાલી રહી છે.

સમાજ ભવનમાં આધુનિક લાયબ્રેરી, કમ્પ્યુટર સુવિધા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી પુસ્તકો તેમજ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. આ સુવિધાઓથી સમાજના યુવક-યુવતીઓને સરકારી ભરતી પરીક્ષાઓની તૈયારીમાં મદદ મળશે.

ભવનમાં આશરે 250 લોકોની ક્ષમતાવાળો વિશાળ હોલ, બીજા માળે છ એસી રૂમ, પેસેજ અને શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાશે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓ માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ડૉ. અનિલ પરમારે જણાવ્યું કે સમાજ ભવનનું નિર્માણ સમાજના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે 135 ગામોના સમાજજનો અને દાતાઓનો સહયોગ મળ્યો છે અને આગામી દિવાળી પહેલાં બે માળ સંપૂર્ણ તૈયાર કરવાનો ટ્રસ્ટનો સંકલ્પ છે.

ટ્રસ્ટે સમાજના દાતાઓ અને સેવાભાવી નાગરિકોને શિક્ષણના આ કાર્યમાં યથાશક્તિ દાન આપવા અપીલ કરી છે. દાન અંગે વધુ માહિતી માટે ટ્રસ્ટના હોદ્દેદારો અથવા 9723719773 નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande