ગોસાબારા કિનારે થી ચરસના બિનવારસું 10 પેકેટ મળી આવ્યા
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટ નજીક દરિયા કિનારે નવીબંદર મરીન પોલીસે કોસ્ટલાઈન ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન દરિયા કિનારે પડેલા એક બાચકાની તપાસ કરતાં તેમાં મારિજુઆના/હશીશ (ચરસ)
ગોસાબારા કિનારે થી ચરસના બિનવારસું  10 પેકેટ મળી આવ્યા.


ગોસાબારા કિનારે થી ચરસના બિનવારસું  10 પેકેટ મળી આવ્યા.


પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના ગોસાબારા લેન્ડિંગ પોઈન્ટ નજીક દરિયા કિનારે નવીબંદર મરીન પોલીસે કોસ્ટલાઈન ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. પેટ્રોલિંગ દરમિયાન દરિયા કિનારે પડેલા એક બાચકાની તપાસ કરતાં તેમાં મારિજુઆના/હશીશ (ચરસ)ના કુલ 10 પેકેટ મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પંચોની હાજરીમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન કબજે કરાયેલા પેકેટોમાંથી કુલ 12 કિલો 270 ગ્રામ વજનનું ચરસ મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે રૂ. 30,67,500 હોવાનું બહાર આવ્યું છે. ચરસનો આ જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવતા પોલીસે તેને કબજે લઈ વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો દરિયા માર્ગે કિનારે પહોંચ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન નવીબંદર મરીન પોલીસ સ્ટેશનમાં NDPS Act, 1985ની કલમ 8(સી), 20(બી)(II)(સી), 22(સી) અને 23(સી) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હવે આ નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી આવ્યો, કોના દ્વારા દરિયા માર્ગે મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય નેટવર્ક કાર્યરત છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

આ કામગીરી જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા રાણાવાવ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સુતરીયાના માર્ગદર્શન હેઠળ નવીબંદર મરીન પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરી અને તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande