અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય ઉદયવલ્લભસૂરી મહારાજનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ, શાહી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) જૈન ધર્મમાં ચાતુર્માસના પવિત્ર પ્રારંભ સાથે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરી મહારાજના ભવ્ય ચાતુર્માસ પ્રવેશનો ધાર્મિક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં
શોભાયાત્રા


શોભાયાત્રા


શોભાયાત્રા


વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) જૈન ધર્મમાં ચાતુર્માસના પવિત્ર પ્રારંભ સાથે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરી મહારાજના ભવ્ય ચાતુર્માસ પ્રવેશનો ધાર્મિક મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. શહેરના રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

જૈન પરંપરા અનુસાર ચાતુર્માસ દરમિયાન આચાર્ય અને સાધુ-સાધ્વી ભગવંતો એક જ સ્થળે સ્થિર રહી જપ, તપ, આરાધના અને ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા શ્રાવક-શ્રાવિકાઓને ધર્મમાર્ગે પ્રેરિત કરે છે.

અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહના જણાવ્યા મુજબ, સવારે અકોટા સ્ટેડિયમ નજીક ધનંજય સોસાયટીથી લાભાર્થી પરિવારના સાનિધ્યમાં આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરી મહારાજ અને સાધ્વીજી ભગવંતોની ભવ્ય શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી. શોભાયાત્રા ગાય સર્કલ સ્થિત હસમુખા પાર્શ્વનાથ જિનાલય પહોંચી હતી, જ્યાં સામૂહિક ચૈત્યવંદન બાદ આચાર્યશ્રીએ વિધિવત ઉપાશ્રયમાં પ્રવેશ કરી માંગલિક પ્રવચન આપ્યું હતું.

ત્યારબાદ કાર્યક્રમ અકોટા અતિથિ ગૃહ ખાતે યોજાયેલી ધર્મસભામાં પરિવર્તિત થયો હતો. પ્રસિદ્ધ જૈન સંગીતકારે ધાર્મિક ભજનોની રજૂઆત કરીને ઉપસ્થિત શ્રદ્ધાળુઓને ભક્તિમય વાતાવરણમાં મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સંઘના ટ્રસ્ટીઓએ વિવિધ ધાર્મિક લાભાર્થી પરિવારોનું સન્માન કર્યું હતું. ગુરુપૂજન, કામળી ઓઢાડવાની વિધિ તેમજ ચાતુર્માસ દરમિયાન યોજાનારી ધાર્મિક પ્રવૃત્તિઓ માટેના વિવિધ લાભોની પણ જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે શહેરના જૈન સમાજના અગ્રણી આગેવાનો, વિવિધ જૈન સંઘોના ટ્રસ્ટીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ બહારગામથી આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસના માહોલમાં સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande