રિલાયન્સમાં કેન્ટીનના 120 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરાયા હોવાનો આક્ષેપ, કલેક્ટરને આવેદનપત્ર
વડોદરા ,09 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં રિલાયન્સ સાથે સંકળાયેલી કેન્ટીન સેવામાં કાર્યરત આશરે 120 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કર્મચારીઓ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાન
આવેદનપત્ર


વડોદરા ,09 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં રિલાયન્સ સાથે સંકળાયેલી કેન્ટીન સેવામાં કાર્યરત આશરે 120 જેટલા કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે કર્મચારીઓ આજે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત સાથે આવેદનપત્ર સુપરત કર્યું હતું.

કર્મચારીઓના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા લગભગ 20 વર્ષથી કેન્ટીન સેવામાં કાર્યરત હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ પગારમાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ માંગ સ્વીકારવાને બદલે તેમને નોકરીમાંથી દૂર કરી તેમના સ્થાને અન્ય કર્મચારીઓને કામે રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

આક્ષેપો અનુસાર, લાંબા સમયથી સેવા આપ્યા છતાં રોજગારી ગુમાવવાનો વારો આવતા અનેક પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર મારફતે યોગ્ય તપાસ કરાવી ન્યાય અપાવવા તેમજ રોજગારી પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે.

આ મુદ્દે સંબંધિત કંપની તરફથી સત્તાવાર પ્રતિભાવ પ્રાપ્ત થયો નથી. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે હવે જિલ્લા વહીવટી તંત્ર અને સંબંધિત વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande