આમોદ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભાવ આરોગ્ય શિબિર યોજાઈ
- સરકારી હોસ્પિટલ ખાતે જનસામાન્યને ગુણવત્તાસભર અને સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી - વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી દર્દીઓએ આરોગ્ય તપાસ કરાવી અને નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો ભરૂચ, 09 જુલાઈ (હ
આમોદ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભાવ આરોગ્ય શિબિર યોજાય હતી


આમોદ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભાવ આરોગ્ય શિબિર યોજાય હતી


આમોદ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભાવ આરોગ્ય શિબિર યોજાય હતી


આમોદ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભાવ આરોગ્ય શિબિર યોજાય હતી


આમોદ સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન ભાવ આરોગ્ય શિબિર યોજાય હતી


- સરકારી હોસ્પિટલ ખાતે જનસામાન્યને ગુણવત્તાસભર અને સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવી

- વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી

દર્દીઓએ આરોગ્ય તપાસ કરાવી અને નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો

ભરૂચ, 09 જુલાઈ (હિ.સ.) : આમોદ સરકારી હોસ્પિટલ ખાતે ‘આયુષ્માન ભવ’ આરોગ્ય કેમ્પ યોજાયો, ધારાસભ્ય ડી. કે. સ્વામીની ઉપસ્થિતિમાં દર્દીઓએ નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો હતો.

આમોદની સરકારી હોસ્પિટલ ખાતે જનસામાન્યને ગુણવત્તાસભર અને સર્વગ્રાહી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી ‘આયુષ્માન ભવ’ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો.આ આરોગ્ય શિબિરમાં આમોદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામી વિશેષ ઉપસ્થિત રહી સાથે માર્ગદર્શન આપી તેમણે આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવી વધુમાં વધુ નાગરિકોને સરકારની આરોગ્ય સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કેમ્પ દરમિયાન વિવિધ રોગોના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન અને સારવાર અંગે સલાહ આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં નાગરિકોએ કેમ્પમાં હાજરી આપી આરોગ્ય તપાસ કરાવી અને નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો.

આ સમગ્ર આયોજનમાં સરકારી હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય કર્મચારીઓએ સુચારૂ આયોજન અને સફળ કામગીરી માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કેમ્પનું આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થતાં ઉપસ્થિત નાગરિકોએ આરોગ્ય વિભાગના આ પ્રયાસને આવકાર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande