લીલીયાના અંટાળીયા નજીક સિંહના હુમલામાં અમરેલીના યુવકનું મોત, વન વિભાગે સિંહને પાંજરે પૂર્યો
અમરેલી, 09 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહના હુમલામાં અમરેલીના સોહિલ નામના યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ યુવક પર સિંહે અચાનક હુમલો કરતા તેને ગ
લીલીયાના અંટાળીયા નજીક સિંહના હુમલામાં અમરેલીના યુવકનું મોત, વન વિભાગે સિંહને પાંજરે પૂર્યો


અમરેલી, 09 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહના હુમલામાં અમરેલીના સોહિલ નામના યુવકનું દુઃખદ મોત નીપજ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ યુવક પર સિંહે અચાનક હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને વન વિભાગને ઘટનાની જાણ થતાં તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન હુમલો કરનાર સિંહને ઓળખી તેને પાંજરે પૂરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ સિંહને સુરક્ષિત રીતે કબજામાં લેવામાં આવ્યો છે અને તેના વર્તન અંગે નિષ્ણાતો દ્વારા વધુ તપાસ કરવામાં આવશે.

વન વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે તેમજ આસપાસના ગામોના લોકોને જંગલ વિસ્તાર અને સિંહના અવરજવરના વિસ્તારોમાં સાવચેતી રાખવા અપીલ કરી છે. ઘટનાને લઈને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા સાથે સરકાર તરફથી મળવાપાત્ર સહાય અંગે પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande