જાફરાબાદના હેમાળ નજીક નેશનલ હાઈવે પર ડાલામથ્થા સિંહની લટાર, વીડિયો વાયરલ
અમરેલી, 09 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક આવેલા ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર એક ડાલામથ્થા સિંહ નિર્ભય રીતે લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમા
જાફરાબાદના હેમાળ નજીક નેશનલ હાઈવે પર ડાલામથ્થા સિંહની લટાર, વીડિયો વાયરલ


અમરેલી, 09 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક આવેલા ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર એક ડાલામથ્થા સિંહ નિર્ભય રીતે લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. વીડિયોમાં સિંહ હાઈવે પર શાંતિથી ચાલતો જોવા મળે છે, જેના કારણે થોડા સમય માટે વાહનચાલકોએ પોતાના વાહનો ધીમા કરી દીધા હતા.

ગીર અને આસપાસના પંથકમાં સિંહોની સંખ્યા વધતા તેઓ અવારનવાર રહેણાંક વિસ્તારો અને માર્ગો પર જોવા મળતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. હેમાળ વિસ્તાર જંગલને અડીને આવેલો હોવાથી સિંહોની અવરજવર સામાન્ય માનવામાં આવે છે, છતાં નેશનલ હાઈવે પર તેમની હાજરી વાહનચાલકો માટે સાવચેતીનો વિષય બની છે.

વન વિભાગે લોકોને અપીલ કરી છે કે આવા સમયે સિંહની નજીક જવાનો પ્રયાસ ન કરે, વાહનમાંથી નીચે ન ઉતરે અને સિંહને ઉશ્કેરતી કોઈ હરકત ન કરે. સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સિંહોની અવરજવર વધી છે. હાલ વાયરલ થયેલા વીડિયોની વન વિભાગ દ્વારા પણ નોંધ લેવામાં આવી છે અને વિસ્તારમાં જરૂરી દેખરેખ વધારવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande