ભરૂચ એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી 1.08 કરોડના મુદ્દામાલ સાથે કેમિકલ ચોરી ઝડપી
- ઓર્ગેનાઈઝડ કેમિકલ ચોરીના કૌભાંડમા 2 આરોપીઓની ધરપકડ - એક્સપ્રેસ-વેના એક્ઝિટ રોડ પર ટેન્કરમાંથી ચોરીમાં મુખ્ય સૂત્રધાર સહિત 4 વોન્ટેડ ભરૂચ, 09 જુલાઈ (હિ.સ.) : ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર દહેજ એક્ઝિટ રોડ નજીકથી બે ટે
ભરૂચ એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી 1.08 કરોડના મુદ્દામાલ સાથે કેમિકલ ચોરી ઝડપી


ભરૂચ એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી 1.08 કરોડના મુદ્દામાલ સાથે કેમિકલ ચોરી ઝડપી


- ઓર્ગેનાઈઝડ કેમિકલ ચોરીના કૌભાંડમા 2 આરોપીઓની ધરપકડ

- એક્સપ્રેસ-વેના એક્ઝિટ રોડ પર ટેન્કરમાંથી ચોરીમાં

મુખ્ય સૂત્રધાર સહિત 4 વોન્ટેડ

ભરૂચ, 09 જુલાઈ (હિ.સ.) : ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર દહેજ એક્ઝિટ રોડ નજીકથી બે ટેન્કરોમાંથી કિંમતી સ્ટાયરીન કેમિકલની ચોરી કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાહનો અને કેમિકલ સહિત કુલ રૂપિયા 1.08 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમનો પર્દાફાશ કર્યો છે.

ભરૂચ એલસીબી પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શનમાં ટીમો હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પીએસઆઈ વી.પી.મલ્હોત્રાની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર દહેગામ નજીક સુરતથી દહેજ તરફ ઉતરતા એક્ઝીટ રોડ પાસે કેટલાક ઈસમો બે ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢીને પીકઅપ ડાલામાં ભરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડી ઘટનાસ્થળેથી કેમિકલ ચોરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા.

પકડાયેલા બંને આરોપીઓ ટ્રાન્સપોર્ટના ટેન્કર ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે. તેઓ સુરતના હજીરાથી સ્ટાઇરીન કેમીકલ ભરીને દહેજ ખાતે આવેલી બીએએસએફ ઈન્ડિયા લિમિટેડ' કંપનીમાં ખાલી કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અન્ય એક ડ્રાઈવર સરતાજે તેમનો સંપર્ક પાલેજના કેમિકલ માફિયા સમીર ઉર્ફે સત્તાર સાથે કરાવ્યો હતો. સત્તારે તેમને એક્સપ્રેસ-વેના ટોલ પ્લાઝા પાસે ઊભા રહેવા જણાવ્યું હતું. ત્યારબાદ સત્તાર તેના માણસો સાથે પીકઅપ ગાડી લઈને આવ્યો હતો અને ટેન્કરના વાલ્વના બોલ્ટ ઢીલા કરી કેમિકલ ચોરી શરૂ કરી હતી. આરોપીઓએ કબૂલાત કરી હતી કે ચોરીના એક કેરબા દીઠ તેમને 2 હજાર રૂપિયા મળવાના હતા. ડ્રાઈવરોએ કેમિકલ સમયસર કંપની ન પહોંચાડી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવાથી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે.

ઝડપાયેલા આરોપીઓમાં સોહીમ મુજ્જફ્ફર (રહે. અમેઠી, ઉત્તરપ્રદેશ), સમીર રીયાઝ અહેમદ આલમ (રહે. અમેઠી, ઉત્તરપ્રદેશ) વોન્ટેડ આરોપીઓમાં સમીર ઉર્ફે સત્તાર મલંગશા દિવાન (મુખ્ય સૂત્રધાર, રહે. પાલેજ, ભરૂચ ,ભગત (સત્તારનો માણસ) અન્ય એક અજાણ્યો માણસ અને સરતાજ સંપર્ક કરાવનાર ડ્રાઈવર.

ભરૂચ તાલુકા પો.સ્ટે.માં ગુ.ર.નં. 0544/2026 મુજબ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 306,316(3), અને 61(2) હેઠળ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande