વેરાવળ–બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસને 09 જુલાઇ ના રોજ વેરાવળ સ્ટેશન પરથી 3 કલાક 40 મિનિટ માટે પુનઃનિર્ધારિત
ભાવનગર 09 જુલાઈ (હિ.સ.) ભારે વરસાદને કારણે અમુક ટ્રેનો રદ કરવામાં આવી હતી ત્યારે હવે ઘીમે ઘીમે રદ કરેલ ટ્રેન સાલુ થય રહી તેમાંથી આ એક ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ (VRL–BDTS) એક્સપ્રેસને તા. 09.07.2026ના રોજ વેરાવળ સ્ટેશન પરથી 3 કલાક
વેરાવળ–બાંદ્રા ટર્મિનસ  એક્સપ્રેસને તા. 09.07.2026ના રોજ વેરાવળ સ્ટેશન


ભાવનગર 09 જુલાઈ (હિ.સ.) ભારે વરસાદને કારણે અમુક ટ્રેનો રદ કરવામાં આવી હતી ત્યારે હવે ઘીમે ઘીમે રદ કરેલ ટ્રેન સાલુ થય રહી તેમાંથી આ એક

ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ (VRL–BDTS) એક્સપ્રેસને તા. 09.07.2026ના રોજ વેરાવળ સ્ટેશન પરથી 3 કલાક 40 મિનિટ માટે પુનઃનિર્ધારિત (Rescheduled) કરવામાં આવી છે.

હવે આ ટ્રેન તેના નિર્ધારિત પ્રસ્થાન સમય 11:50 વાગ્યાના બદલે 15:30 વાગ્યે, 09 જુલાઈ 2026ના રોજ વેરાવળ સ્ટેશન પરથી પ્રસ્થાન કરશે.આ પુનઃનિર્ધારણ ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ–વેરાવળ એક્સપ્રેસ લગભગ 6 કલાક મોડેથી દોડી રહી હોવાના કારણે કરવામાં આવ્યું છે.

રેલવે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે કૃપા કરીને મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ અવશ્ય તપાસી લો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande