બોટાદ કલેક્ટરે ગઢડિયા અને પીપળીયા ગામની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરી
બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના કલેક્ટરે તાલુકાના ગઢડિયા અને પીપળીયા ગામની મુલાકાત લઈ વિવિધ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયત કચેરી ખાતે દફતર તપાસણી કરી સરકારી યોજનાઓના અમલીકરણ, નોંધપોથી અને
મુલાકાત લેતા કલેક્ટર


બોટાદ, 09 જુલાઈ (હિ.સ.) : બોટાદ જિલ્લાના કલેક્ટરે તાલુકાના ગઢડિયા અને પીપળીયા ગામની મુલાકાત લઈ વિવિધ વિકાસલક્ષી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન કલેક્ટરે ગ્રામ પંચાયત કચેરી ખાતે દફતર તપાસણી કરી સરકારી યોજનાઓના અમલીકરણ, નોંધપોથી અને વહીવટી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી હતી.

કલેક્ટરે ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ આગેવાનો સાથે બેઠક યોજી ગામના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન ગામમાં ચાલી રહેલા અને આગામી વિકાસ કાર્યો, સ્વચ્છતા અભિયાન, પીવાના પાણીની સુવિધા, આંતરિક રસ્તાઓની સ્થિતિ, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.

સ્વચ્છતા અંગે ખાસ ભાર મૂકતાં કલેક્ટરે ગામમાં નિયમિત સફાઈ, કચરાના યોગ્ય નિકાલ અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા ગ્રામજનોના સહયોગથી કામગીરી વધુ અસરકારક બનાવવાની સૂચના આપી હતી. ઉપરાંત વરસાદી મોસમને ધ્યાનમાં રાખી રસ્તાઓની મરામત, પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ અને અન્ય જાહેર સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કલેક્ટરે સરકારી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે અધિકારીઓને સતર્કતાપૂર્વક કામગીરી કરવાની સૂચના આપી હતી. સાથે જ ગ્રામજનોને પણ વિકાસ કાર્યોમાં સક્રિય સહભાગી બની ગામને સ્વચ્છ, સુંદર અને સુવિધાસભર બનાવવા અપીલ કરી હતી.

ગામના આગેવાનોએ પણ સ્થાનિક પ્રશ્નો અને જરૂરીયાતોથી કલેક્ટરને અવગત કરાવ્યા હતા, જેના નિરાકરણ માટે કલેક્ટરે સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગામના વિકાસને વધુ ગતિ મળે અને લોકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ આવે તે હેતુથી યોજાયેલી આ મુલાકાતને ગ્રામજનોએ આવકારી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande