હારીજ તાલુકાના દાંતરવાડા ગામની સીમમાં તૂટેલા વીજ વાયરથી ભેંસનું મોત, પશુપાલકને દોઢ લાખનું નુકસાન
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) હારીજ તાલુકાના દાંતરવાડા ગામની સીમમાં તૂટેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતાં એક ભેંસનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના જૂની રેલવે ટ્રેક નજીક પશુઓ માટે બનાવેલા હવાડા પાસે બની હતી. પશુપાલક વિનાજી તખાજી ઠાકોર ભેંસને
હારીજ તાલુકાના દાંતરવાડા ગામની સીમમાં તૂટેલા વીજ વાયરથી ભેંસનું મોત, પશુપાલકને દોઢ લાખનું નુકસાન


પાટણ, 09 જુલાઈ (હિ.સ.) હારીજ તાલુકાના દાંતરવાડા ગામની સીમમાં તૂટેલા જીવંત વીજ વાયરના સંપર્કમાં આવતાં એક ભેંસનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના જૂની રેલવે ટ્રેક નજીક પશુઓ માટે બનાવેલા હવાડા પાસે બની હતી. પશુપાલક વિનાજી તખાજી ઠાકોર ભેંસને પાણી પીવડાવવા લઈ જઈ રહ્યા હતા ત્યારે કાઠી જ્યોતિગ્રામ ફીડરનો વીજ વાયર જમીન પર પડેલો હોવાથી ભેંસ તેના સંપર્કમાં આવી ગઈ હતી.

કરંટ લાગતાં જ ભેંસ ઘટનાસ્થળે તરફડિયા મારીને મૃત્યુ પામી હતી. પશુપાલકના જણાવ્યા મુજબ ભેંસની કિંમત અંદાજે દોઢ લાખ રૂપિયા હતી અને તે બે દિવસમાં વિયાણ થવાની હોવાથી પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. પરિવારનું ગુજરાન પણ આ પશુ પર નિર્ભર હોવાનું તેમણે જણાવ્યું.

ઘટનાને પગલે પશુપાલકે UGVCLની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે તૂટેલા જીવંત વીજ વાયરને સમયસર દૂર કરવામાં આવ્યો હોત તો આ ઘટના ટાળી શકાત. પશુપાલકે યોગ્ય વળતર આપવા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande