ડુંગરા પોલીસ સ્ટેશનના NDPS કેસમાં વોન્ટેડ આરોપી વલસાડ એસ.ઓ.જી.ના હાથે ઝડપાયો
વાપી, 09 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)એ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં છેલ્લા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શ
આરોપી સાથે sog ની ટીમ


વાપી, 09 જુલાઈ (હિ.સ.)

વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)એ ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં છેલ્લા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહના માર્ગદર્શન અને જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. વાય.પી. હડિયા તથા તેમની ટીમ વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા માટે સતત કામગીરી કરી રહી હતી.

દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી મંજુરૂલ મોનાફ મંડલ (ઉંમર 46), હાલ રહે. યુસુફનગર, ડુંગરા, તા. વાપી અને મૂળ વતન દક્ષિણ દિનાજપુર, પશ્ચિમ બંગાળને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની ધરપકડ કરીને તેને કાયદેસરની કાર્યવાહી માટે ડુંગરા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં પો.સ.ઇ. વાય.પી. હડિયા, અ.હે.કો. મોહંમદસફી સુલેમાનભાઈ, અ.પો.કો. વરૂણ હરિશચંદ્ર તથા આ.પો.કો. મહેન્દ્રદાન જીલુભાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

વલસાડ એસ.ઓ.જી.ની આ કામગીરીથી એન.ડી.પી.એસ. એક્ટના ગુનામાં ફરાર આરોપીઓને કાયદાના કટઘરામાં લાવવાના પોલીસના પ્રયાસોને વધુ બળ મળ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande