કડૈયા કોસ્ટલ પોલીસની મોટી સફળતા: ₹8 લાખની ચોરીનો 24 કલાકમાં ભેદ ઉકેલાયો, બે આરોપી ઝડપાયા
દમણ, 09 જુલાઈ (હિ.સ.) દમણના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલી માર્સ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ₹8 લાખની રોકડ ચોરીનો ભેદ કડૈયા કોસ્ટલ પોલીસે માત્ર 24 કલાકમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ ₹7,74,500 રોકડ તેમજ ચોરી
આરોપી સાથે પોલીસ ટીમ


દમણ, 09 જુલાઈ (હિ.સ.) દમણના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલી માર્સ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી ₹8 લાખની રોકડ ચોરીનો ભેદ કડૈયા કોસ્ટલ પોલીસે માત્ર 24 કલાકમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે બે આરોપીઓને ઝડપી તેમની પાસેથી કુલ ₹7,74,500 રોકડ તેમજ ચોરીની રકમથી ખરીદવામાં આવેલો મોબાઇલ ફોન, ઇયરબડ્સ અને કપડાં સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસના જણાવ્યા અનુસાર, 8 જુલાઈએ ફરિયાદી અશોકકુમાર મોદી દ્વારા કંપનીના પાછળના ગેટ અને ઓફિસનું તાળું તોડી અજાણ્યા શખ્સોએ અંદર પ્રવેશ કરી અલમારીમાંથી ₹8 લાખની રોકડ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓએ CCTV કેમેરા પણ નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કડૈયા કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં BNS-2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધાઈ તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસે CCTV ફૂટેજ અને ટેક્નિકલ પુરાવાના આધારે અજિતસિંહ ગુલજારીલાલ ખાટી ને ઝડપી પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરી હતી. તેની પાસેથી ₹6.40 લાખ રોકડ મળી આવી હતી. તેની માહિતીના આધારે સહઆરોપી પવન ગૌરીશંકર રાજપૂત , વાપીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ₹1.34 લાખ રોકડ ઉપરાંત ચોરીની રકમથી ખરીદેલો મોબાઇલ ફોન, વાયરલેસ ઇયરબડ્સ અને કપડાં મળી આવ્યા હતા.પોલીસે કુલ ₹7,74,500 રોકડ, બે મોબાઇલ ફોન, એક વાયરલેસ ઇયરબડ્સ, ચાર જીન્સ પેન્ટ અને પાંચ ચેક્સ શર્ટ સહિતનો મુદ્દામાલ કબજે લઈ ગુનાનો સફળતાપૂર્વક ભેદ ઉકેલી કાઢ્યો છે.દમણ પોલીસે વેપારીઓ અને ઉદ્યોગકારોને પોતાના પ્રતિષ્ઠાનોમાં ઉચ્ચ ગુણવત્તાવાળા CCTV કેમેરા, મજબૂત તાળા અને સુરક્ષા વ્યવસ્થા રાખવા અપીલ કરી છે. વધુ રોકડ રકમ ઓફિસમાં ન રાખવા તેમજ કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande