વડોદરાના વોર્ડ નં. 14માં જેટિંગ મશીનને લઈને ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે વિવાદ
વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા: શહેરના વોર્ડ નં. 14માં ડ્રેનેજની સમસ્યાના નિરાકરણ માટે પહોંચેલા જેટિંગ મશીનને લઈને ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. બંને પક્ષો વચ્ચે શાબ્દિક બોલાચાલી થતાં થોડા સમય માટે સ્થળ પર તંગદિલ
ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર


વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા: શહેરના વોર્ડ નં. 14માં ડ્રેનેજની સમસ્યાના નિરાકરણ માટે પહોંચેલા જેટિંગ મશીનને લઈને ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. બંને પક્ષો વચ્ચે શાબ્દિક બોલાચાલી થતાં થોડા સમય માટે સ્થળ પર તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, સમગ્ર વોર્ડ માટે માત્ર બે જેટિંગ મશીન ઉપલબ્ધ છે. ઉપરાંત, કામગીરી દરમિયાન મશીનમાં વારંવાર ટેકનિકલ ખામી સર્જાતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા, જેના કારણે ડ્રેનેજ સંબંધિત ફરિયાદોના સમયસર નિરાકરણમાં મુશ્કેલીઓ ઉભી થઈ રહી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

રહેવાસીઓએ જણાવ્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન ડ્રેનેજની સમસ્યાઓ વધતી હોવાથી પૂરતા સાધનો અને ઝડપી કામગીરીની જરૂર છે. મશીનોની અછત અને વારંવાર થતી ખામીઓના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ ઘટનાએ શહેરમાં મૂળભૂત સુવિધાઓ અને ડ્રેનેજ વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા જગાવી છે. સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા પાસે પૂરતી સંખ્યામાં જેટિંગ મશીનો ઉપલબ્ધ કરાવવા તેમજ ડ્રેનેજની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે ઘટનાને લઈને બંને પક્ષોના પોતાના-પોતાના દાવા છે. વિવાદ અંગે કોઈ સત્તાવાર નિવેદન અથવા વિગતવાર સ્પષ્ટતા હજુ સુધી સામે આવી નથી.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande