અંગદાનનો સંદેશ લઈને સિદ્ધપુર થી લંડન સુધી બાઈક યાત્રા પર નીકળ્યા ડૉ. કુંજન મોદી
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ લોકોને મૃત્યુ બાદ અંગદાન માટે પ્રેરિત કરવાના ઉમદા હેતુ સાથે ડૉ. કુંજન મોદી સિદ્ધપુર થી લંડન સુધીની વિશેષ બાઈક યાત્રા કરી રહ્યા છે. આ અનોખું અભિયાન માત્ર એક સાહસિક પ્રવાસ નથી
અંગદાનનો સંદેશ લઈને સિદ્ધપુર થી લંડન સુધી બાઈક યાત્રા પર નીકળ્યા ડૉ. કુંજન મોદી


અંગદાનનો સંદેશ લઈને સિદ્ધપુર થી લંડન સુધી બાઈક યાત્રા પર નીકળ્યા ડૉ. કુંજન મોદી


અંગદાનનો સંદેશ લઈને સિદ્ધપુર થી લંડન સુધી બાઈક યાત્રા પર નીકળ્યા ડૉ. કુંજન મોદી


પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ લોકોને મૃત્યુ બાદ અંગદાન માટે પ્રેરિત કરવાના ઉમદા હેતુ સાથે ડૉ. કુંજન મોદી સિદ્ધપુર થી લંડન સુધીની વિશેષ બાઈક યાત્રા કરી રહ્યા છે. આ અનોખું અભિયાન માત્ર એક સાહસિક પ્રવાસ નથી, પરંતુ માનવતાને સમર્પિત જનજાગૃતિનું વૈશ્વિક અભિયાન છે.

ડૉ. કુંજન મોદીની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ લોકોને અંગદાનના મહત્વ વિશે માહિતગાર કરવાનો, અંગદાન અંગે સમાજમાં પ્રવર્તતી ગેરસમજો દૂર કરવાનો અને એક દાતા અનેક લોકોનું જીવન બચાવી શકે એવો સશક્ત સંદેશ વિશ્વભરમાં પહોંચાડવાનો છે.

આ અભિયાન દ્વારા ભારત તેમજ યુરોપના વિવિધ દેશોમાં અંગદાન અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડૉ. મોદી હાલ અત્યાર સુધી તેમણે લગભગ આ દેશો પાર કર્યા છે: India - Nepal - China - Kyrgyzstan - Uzbekistan - Kazakhstan - Turkey - Bulgaria (યુરોપમાં પ્રવેશ) સહિતના દેશોમાંથી પસાર થઈ પોતાના અંતિમ ગંતવ્ય લંડન તરફ આગળ વધી રહ્યા છે.

આ સમગ્ર યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ લોકો સાથે સંવાદ, જનજાગૃતિ કાર્યક્રમો અને અંગદાન અંગે માહિતી આપીને વધુને વધુ લોકોને આ મહાદાન સાથે જોડાવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

ડૉ. કુંજન મોદીનું આ અભિયાન એ સંદેશ આપે છે કે મૃત્યુ જીવનનો અંત હોઈ શકે, પરંતુ અંગદાન દ્વારા અનેક લોકોને નવું જીવન આપી શકાય છે. સમાજના દરેક નાગરિકે અંગદાન અંગે સકારાત્મક વિચારસરણી અપનાવી આ જીવનદાયી અભિયાનમાં સહભાગી બનવું જોઈએ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande