ભાવનગર જિલ્લાના માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો લાભ લેવા અનુરોધ; રૂ. 2 લાખ સુધી ધિરાણની સુવિધા
ભાવનગર, 09 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના માછીમારોને મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓ માટે સરળતાથી નાણાકીય સહાય મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લા મત્સ્ય અધિકારીએ જિલ્લાના તમામ પ
Ai ફોટો


ભાવનગર, 09 જુલાઈ (હિ.સ.) ભાવનગર જિલ્લાના માછીમારોને મત્સ્યઉદ્યોગની પ્રવૃત્તિઓ માટે સરળતાથી નાણાકીય સહાય મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) યોજના અમલમાં મૂકવામાં આવી છે. જિલ્લા મત્સ્ય અધિકારીએ જિલ્લાના તમામ પાત્ર માછીમારોને આ યોજનાનો વધુમાં વધુ લાભ લેવા અને સમયસર અરજી કરવા અનુરોધ કર્યો છે.

આ યોજના હેઠળ પાત્ર માછીમારોને બેંકો મારફતે વર્કિંગ કેપિટલ માટે મહત્તમ રૂ. 2 લાખ સુધીનું ધિરાણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ધિરાણનો ઉપયોગ માછીમારી માટે જરૂરી સાધનો, જાળ, બોટના સંચાલન, ઇંધણ તેમજ અન્ય જરૂરી ખર્ચ માટે કરી શકાય છે. યોજનાનો મુખ્ય હેતુ માછીમારોને સરળ અને સસ્તા દરે નાણાકીય સહાય ઉપલબ્ધ કરાવી તેમની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે.

લાભાર્થીઓ પોતાની નજીકની બેંકમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકે છે. ઉપરાંત e-KCC, JanSamarth Portal, Kisan Rin Portal અને KRISHIKA Mobile App મારફતે પણ ઓનલાઈન અરજી કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અરજદારો પોતાના મોબાઇલ ફોનથી અરજી કરી શકે છે અથવા ગામના VCE, નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) તેમજ જિલ્લા મત્સ્ય કચેરીની મદદથી પણ અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે.

યોજનાની વિશેષતા એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ લીધેલું ધિરાણ સમયસર પરત ચૂકવનાર લાભાર્થીઓને ભારત સરકાર તરફથી 3 ટકા અને ગુજરાત સરકાર તરફથી 4 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. પરિણામે માછીમારોને ખૂબ જ ઓછા વ્યાજદરે ધિરાણનો લાભ મળે છે અને તેમની આર્થિક જવાબદારીઓમાં રાહત મળે છે.

જિલ્લા મત્સ્ય અધિકારીએ જણાવ્યું છે કે જિલ્લાના તમામ પાત્ર માછીમારો આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ મેળવી પોતાના મત્સ્ય વ્યવસાયને વધુ સશક્ત બનાવે તેમજ સમયસર અરજી કરીને સરકારની સહાયનો લાભ લે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande