પોરબંદરના એરડા ગામે જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા
પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત નવીબંદર મરીન પોલીસે એરડા ગામના પાદરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 15,140 અને 52 પત્તાં સહિત
એરડા ગામે  જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા.


પોરબંદર, 09 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત નવીબંદર મરીન પોલીસે એરડા ગામના પાદરમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 15,140 અને 52 પત્તાં સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.બાતમીના આધારે નવીબંદર મરીન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે એરડા ગામના પાદરમાં બાવળના ઝાડ નીચે દરોડો પાડ્યો હતો. જ્યાં પાંચ વ્યક્તિઓ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.

પોલીસે ગાંગા વૈદેભાઈ ભૂતિયા રહે. મીત્રાળા, ગાંગા રીણાભાઈ ઓડેદરા રહે એરડા, લખમણ માલદેવભાઈ ભૂતિયા રહે. દેરોદર, કેશવ મુંજાભાઈ કારાવદરા રહે. નેરાણા અને જખરા માલદેવભાઈ ઓડેદરા રહે. એરડાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande