
સોમનાથ,9 જુલાઈ (હિ.સ.) સોમનાથ જિલ્લ |માં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવા માટે તાજેતરમાં નિમણૂક પામેલા 30 ટ્રાફિક બ્રિગેડના જવાનોને નવા યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટના સહયોગથી વેરાવળ ખાતેની નાયબ પોલીસ અધિક્ષક કચેરીમાં યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના હસ્તે યુનિફોર્મ વિતરણ કરાયા હતાં. સોમનાથ જિલ્માં 100 ટીઆરબી જવાનોના મંજૂર મહેકમ સામે 70 જવાનો કાર્યરત હતાં. ખાલી રહેલી 30 જગ્યાઓ ભરવા માટે ગુજરાત
રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ ટીઆરબી જવાન વાહન ચેકિંગ નહીં કરી શકેઅધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ ભરતી પૂર્ણ થઈ હતી.
આ પ્રસંગે ટ્રાફિક બ્રિગેડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ બિપીન સંઘવી,સભ્યો સંજય થડેશ્વર, જયપ્રકાશ ભાવસાર અને પેઈન્ટર એચ. એચ. કુમાર ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત, નાયબ પોલીસ અધિક્ષક એ.જી. જાદવ, વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવી, જિલ્લાના ટ્રાફિક શાખાના પીએસઆઈ વી.એન. મોરવાડિયા અને એએસઆઈ પ્રતાપ પરમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ