
સોમનાથ 09 જુલાઈ (હિ.સ.) વેરાવળના સોનારિયા ખાતે રમા અનિલભાઈ પારેખના સહયોગથી જિલ્લ। અંધત્વ નિવારણ સમિતિ સોમનાથ અને ગુજરાત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથ અને જનસમાજ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે શિવાનંદ મિશન હોસ્પિટલ, વીરનગર દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞનું અનોખું આયોજન કરવામાં આવ્યું. સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પમાં અસંખ્ય જરૂર મંદ દર્દીઓએ લાભ લીધો હતો હતો
કેમ્પમાં ગીર સોમનાથ જિલ્લાનાવેરાવળ, તાલાલા અને સુત્રાપાડા તાલુકાના 102 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
આ તમામ દર્દીઓને વિરનગરના આંખને લગતા રોગના નિષ્ણાત ડો. દ્વારા નિદાન કરી અને દવાઓ પણ વિનામૂલ્યે આપી હતી. તેમજ ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને ત્યાંથી જ વીરનગર લઈ જવામાં આવ્યા હતાં
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ