ગીર સોમનાથ જિલ્લામાં 11 જૂલાઈના રોજ તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે
ગીર સોમનાથ, 09 જુલાઈ (હિ.સ.) : નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૧૧/૦૭/૨૦૨૬ ના રોજ ગીર- સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત
ગીર સોમનાથ જિલ્લામાં 11 જૂલાઈના રોજ તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે


ગીર સોમનાથ, 09 જુલાઈ (હિ.સ.) : નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તા. ૧૧/૦૭/૨૦૨૬ ના રોજ ગીર- સોમનાથ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે.

ગીર સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસો પૂરા થાય તે માટે નેશનલ લોક અદાલતમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ના કેસ, સમાધાન લાયક ફોજદારી કેસો, દિવાની દાવાઓ, બેન્ક લેણાના કેસ, વાહન અકસ્માતના ક્લેઈમના કેસ, લેબર કેસ, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્નસંબંધી તકરારોના કેસ, જમીન સંપાદનને લગતા કેસ મૂકી શકાશે.

જે પક્ષકારો કેસ મૂકવા માંગતા હોય તેઓએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા કોર્ટ, વેરાવળ અથવા ગીર સોમનાથ જિલ્લાની તાલુકા કોર્ટોમાં આવેલ તાલુકાના કાનુની સેવા સમિતીનો સંપર્ક કરવો એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથના અધ્યક્ષ વી.બી. ગોહીલ તથા સેક્રેટરી જે. એન પટેલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande