ખોવાયેલ અથવા ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ
ગીર સોમનાથ 09 જુલાઈ (હિ.સ.) : હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારઓને તેમના મોબાઇલ ફોન પરત અપાવવા બાબતે કર્તવ્યશીલ કાર્યદક્ષતા અન્વયે ગીર સોમના
ખોવાયેલ અથવા ગુમ થયેલ મોબાઈલ મૂળ માલિકને પરત કરતી ગીર સોમનાથ જિલ્લા પોલીસ


ગીર સોમનાથ 09 જુલાઈ (હિ.સ.) : હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારઓને તેમના મોબાઇલ ફોન પરત અપાવવા બાબતે કર્તવ્યશીલ કાર્યદક્ષતા અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અઘિક્ષકની સુચના અને માર્ગદર્શન મુજબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક એ.જી.જાદવ વેરાવળ વિભાગ વેરાવળ નાઓની રાહબરી હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એલ.ગાગીયા નાઓના માર્ગદર્શન હેઠળ તાલાલા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા સાયબર સ્ટાફએ સંયુકત મળી અધતન ટેકનોલોજી તથા CEIR પોર્ટલની મદદ વડે કુલ મોબાઇલ- ૨૪ મળી કુલ રૂપિયા ૪,૧૮,૮૩૮/- ના શોધી મુળ માલિકોને મોબાઇલો શોધી કાઢી જે-તે સ્થિતિમાં મુળ અરજદાર ઓને સુપ્રત કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમને ખરા અર્થમા સાર્થક કરેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande