પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામા પકડાયેલ દારૂ સહિતના મુદામાલનો નાશ કરતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ 09 જુલાઈ (હિ.સ.) : નામદાર કોર્ટમાંથી પ્રોહીબીશનના ગુન્હાના મુદામાલ નાશ કરવા અંગેની મંજુરી મેળવી વેરાવળ ડીવિઝન ના I/C નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ તથા પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.પિઠીયા દ્વારા વેરાવળ પ્રાંત અધિકારી તથા નશાબંધી
પ્ર પાટણ પો.સ્ટે. હદ વિસ્તારમાં પ્રોહીબીશનના ગુન્હામા પકડાયેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની


ગીર સોમનાથ 09 જુલાઈ (હિ.સ.) : નામદાર કોર્ટમાંથી પ્રોહીબીશનના ગુન્હાના મુદામાલ નાશ કરવા અંગેની મંજુરી મેળવી વેરાવળ ડીવિઝન ના I/C નાયબ પોલીસ અધિક્ષક એ.જી.જાદવ તથા પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.પિઠીયા દ્વારા વેરાવળ પ્રાંત અધિકારી તથા નશાબંધી વિભાગ ગીર સોમનાથના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની હાજરીમાં પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પ્રોહીબીશન ગુન્હામાં પકડાયેલ ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ-અલગ નાની-મોટી બોટલો નંગ કુલ.૧૮૭૮ કુલ કી.રૂ.૧૧,૭૬,૫૭૦/- નો પ્રોહી મુદ્દામાલના નાશની કામગીરી કોર્ટના આદેશ તથા સંબંધિત કાયદા અને નિયમો મુજબ અધિકૃત સમિતિની હાજરીમાં ડાભોર ગામના ઓવરબ્રિજ નીચે હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીનું પંચનામું તૈયાર કરવામાં આવ્યું તેમજ જરૂરી ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરીને કાર્યવાહીનો રેકોર્ડ જાળવવામાં આવ્યો.

જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત પ્રોહિબિશન કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. ગેરકાયદેસર દારૂનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વેચાણ અને હેરફેર કરનાર તત્વો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande