ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'યોગાસન સ્પર્ધા-2026' યોજાશે
સુરત, 09 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના ''ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’(GSYB) દ્વારા રાજ્યના નાગરિકોમાં સ્વાસ્થ્ય અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ‘યોગાસન સ્પર્ધા ૨૦૨૬’ યોજશે. આ રાજ્યવ્યાપી સ્પર્ધામાં ભ
Surat


સુરત, 09 જુલાઈ (હિ.સ.) : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના 'ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’(GSYB) દ્વારા રાજ્યના નાગરિકોમાં સ્વાસ્થ્ય અને યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ‘યોગાસન સ્પર્ધા ૨૦૨૬’ યોજશે. આ રાજ્યવ્યાપી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સુરત જિલ્લાના સ્પર્ધકોએ તા.૨૭ જુલાઈ ૨૦૨૬ સુધીમાં https://yogasan.gsyb.in વેબસાઈટ પર ઓનલાઈન કે આપેલા ક્યુ આર કોડના માધ્યમથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

‘યોગાસન સ્પર્ધા-૨૦૨૬’ વયજૂથ અનુસાર ચાર વિવિધ કેટેગરીમાં તેમજ જિલ્લા-ઝોન અને ત્યારબાદ રાજ્યકક્ષા મળીને ત્રિ-સ્તરીય માળખામાં યોજાશે. સ્પર્ધામાં બાળકોથી લઈને વડીલો તેમજ પ્રોફેશનલ યોગ ટ્રેનર્સ પણ ભાગ લઈ શકે તે માટે ૦૯ થી ૧૬, ૧૭ થી ૩૫, ૩૬ વર્ષ કે તેથી વધુની વયના સહભાગીઓ તેમજ GSYB સાથે જોડાયેલા અધિકૃત કોચ અને ટ્રેનર્સ માટે ચોથી કેટેગરીમાં સ્પર્ધકો ભાગ લઇ શકાશે. ઉંમરની ગણતરી માટે તા.૧/૧/૨૦૨૬ ને કટ ઓફ ડેટ તરીકે ધ્યાને લેવાશે.

આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામને પ્રોત્સાહન રૂપે ડિજીટલ પ્રમાણપત્ર તેમજ જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર ૪-૪ વિજેતા ભાઈઓ અને બહેનોને રોકડ પુરસ્કારની સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમાં જિલ્લા કક્ષાએ અનુક્રમે રૂ.૩ હજાર, રૂ.૨ હજાર અને રૂ.૧ હજારની રોકડ રાશી, તે જ રીતે ઝોન કક્ષાએ અનુક્રમે રૂ.૯ હજાર, રૂ.૭ હજાર અને રૂ.૫ હજારની રોકડ રકમ અને રાજ્યક્ષાના વિજેતાઓને રૂ.૨૧ હજાર, રૂ. ૧૭,૫૦૦ અને રૂ.૧૫ હજારનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande