અંકલેશ્વરમાં પત્રકાર વિપુલ જાની પર જીવલેણ હુમલો
ભરૂચ, 09 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વરમાં કથિત ઓનલાઈન સટ્ટા-બેટિંગની પ્રવૃત્તિનો વીડિયો બનાવી પોતાની પત્રકારત્વની ફરજ બજાવી રહેલા એક પત્રકાર પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં પત્રકારને ગંભીર ઇજાઓ પહોંચતા વિસ્તારમા
અંકલેશ્વરમાં પત્રકાર વિપુલ જાની પર જીવલેણ હુમલો


ભરૂચ, 09 જુલાઈ (હિ.સ.) અંકલેશ્વરમાં કથિત ઓનલાઈન સટ્ટા-બેટિંગની પ્રવૃત્તિનો વીડિયો બનાવી પોતાની પત્રકારત્વની ફરજ બજાવી રહેલા એક પત્રકાર પર કેટલાક શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં પત્રકારને ગંભીર ઇજાઓ પહોંચતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

ઇજાગ્રસ્ત પત્રકારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની ગંભીર હાલતને ધ્યાનમાં રાખીને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 50 ફૂટના અંતરે ચાલતું હતું સટ્ટાબેટિંગ જ્યારે પોલીસ અજાણ બીજું પોલીસે પત્રકાર પર હુમલો કરનાર લુખ્ખા તત્વોની પણ અરજી લીધી છે .

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે ગુનો નોંધવાની તેમજ હુમલાખોરોને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. હુમલામાં સંડોવાયેલા તમામ શખ્સોની ઓળખ કરી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એવી માહિતી પોલીસ સૂત્રોમાંથી મળી રહી છે. સાથે જ કથિત ઓનલાઈન સટ્ટા-બેટિંગના નેટવર્ક અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા તેમજ પત્રકારોની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.ઘણા સમયથી બેનંબરિયાઓને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી તે પ્રકારે ઘટનાઓ વધી રહી છે .

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande