જૂનાગઢ ખાતે 10 જુલાઈએ રોજગાર ભરતીમેળો યોજાશે
- ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI ઉમેદવારોને ખાનગી કંપનીઓમાં સીધી નોકરીની તક જુનાગઢ,9 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને આર્થિક રીતે પગભર કરવા અને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિ
જૂનાગઢ ખાતે 10 જુલાઈએ રોજગાર ભરતીમેળો યોજાશે


- ગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ITI ઉમેદવારોને ખાનગી કંપનીઓમાં સીધી નોકરીની તક

જુનાગઢ,9 જુલાઈ (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારોને આર્થિક રીતે પગભર કરવા અને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી 10 જુલાઇ ના રોજ સવારે 10.30 કલાકે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ ખાતે યોજાશે. આ મેળામાં ખ્યાતનામ નોકરીદાતાઓ જેવા કે મધર ડેરી, સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યુરન્સ કંપની તેમજ કાસ્ટેક ફાઉન્ડ્રી-જૂનાગઢ ઉપસ્થિત રહીને ઉમેદવારોની સીધી પસંદગી કરશે.

આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં સ્નાતક (Graduate), ડિપ્લોમા કે આઇ.ટી.આઇ. (ITI) ની શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષની વયજૂથના તમામ લાયક ઉમેદવારો ભાગ લઈ શકશે. વિવિધ ટેકનિકલ અને નોન-ટેકનિકલ જગ્યાઓ માટે યોજાનારા આ ભરતીમેળામાં રસ ધરાવતા તમામ યુવાનોએ પોતાના જરૂરી શૈક્ષણિક દસ્તાવેજો, બાયોડેટા અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નિયત સમયે અને સ્થળે સ્વખર્ચે હાજર રહેવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande