એડનવાલા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ સાથે કાકાજી ડેની ઉજવણી
પાટણ, 09 જુલાઈ (હિ.સ.)એડનવાલા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ અને કાકાજી ડેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનના તિલાવતથી કરવામાં આવી હતી. સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી જે.ડી. મન્સુરી, ટ્
એડનવાલા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ સાથે કાકાજી ડેની ઉજવણી


એડનવાલા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ સાથે કાકાજી ડેની ઉજવણી


પાટણ, 09 જુલાઈ (હિ.સ.)એડનવાલા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ અને કાકાજી ડેની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાનના તિલાવતથી કરવામાં આવી હતી. સિદ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી જે.ડી. મન્સુરી, ટ્રસ્ટી હનીફખાન પોલાદી, ટ્રસ્ટી મકબુલભાઈ મિયાજીવાળા, સામાજિક કાર્યકર અનિષખાન પોલાદી સહિત મહેમાનો, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સુપરવાઇઝર સમીર મન્સૂરીએ સૌનું સ્વાગત કર્યું હતું.

કાકાજી ડે નિમિત્તે મરહુમ ટ્રસ્ટીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાકાજી એવોર્ડ મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ રકમ, શિલ્ડ અને બેગ અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધોરણ 1થી 8ના શિસ્તબદ્ધ, નિયમિત અને અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ વક્તૃત્વ, શૈક્ષણિક ચાર્ટ સહિત વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના આચાર્ય સમીનાબેન શેખે વાલી મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓના અભ્યાસ અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા મિતલબેન અને ભાગ્યશ્રીબેને કર્યું હતું, જ્યારે આભારવિધિ ઉપાચાર્યા ગીતાબેન કૃપલાનીએ વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓના સહકારથી સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande