કચ્છમાં ગેરકાયદેસર દબાણો સામે વહીવટીતંત્રનો કડક પ્રહાર: રૂ. 17.86 કરોડની સરકારી જમીન કરાઈ મુક્ત, 154 દબાણો દૂર
કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક અને સુનિયોજિત અભિયાન હાથ ધરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી વિભાગોના સંકલિત પ્રયાસોથી જિલ્લાના
કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ ની કામગીરી


કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ ની કામગીરી


કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશ ની કામગીરી


કચ્છ, 09 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સરકારી જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણો સામે જિલ્લા વહીવટીતંત્રે વ્યાપક અને સુનિયોજિત અભિયાન હાથ ધરીને નોંધપાત્ર સફળતા મેળવી છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી વિભાગોના સંકલિત પ્રયાસોથી જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરીને કુલ 154 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન આશરે 2,37,827 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવવામાં આવી છે, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 17.86 કરોડથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, વન વિભાગ, પ્રાંત અધિકારીઓ અને તમામ તાલુકાના મામલતદારોના સંયુક્ત પ્રયાસોથી હાથ ધરાયેલી આ કામગીરીનો મુખ્ય હેતુ સરકારી મિલકતોનું સંરક્ષણ અને જાહેર હિતમાં જમીનોને ગેરકાયદેસર કબજાથી મુક્ત કરાવવાનો હતો. અધિકારીઓએ પૂર્વ આયોજન સાથે વિવિધ સ્થળોએ પહોંચી નિયમ મુજબ કાર્યવાહી કરતાં અનેક વર્ષોથી રહેલા દબાણો પણ દૂર કરાવ્યા હતા.

કાર્યવાહી દરમિયાન દૂર કરાયેલા દબાણોમાં ધાર્મિક, વાણિજ્યિક તેમજ અન્ય પ્રકારના બાંધકામોનો સમાવેશ થાય છે. કુલ 154 દબાણોમાંથી 40 ધાર્મિક, 91 વાણિજ્યિક અને 23 અન્ય પ્રકારના દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર પણ સતત હાજર રહ્યું હતું.

તાલુકાવાર જોવામાં આવે તો ભુજ તાલુકામાં સૌથી વધુ 51 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. ત્યારબાદ નખત્રાણા તાલુકામાં 25, અંજારમાં 16, લખપત અને માંડવીમાં 13-13, મુન્દ્રા અને અબડાસામાં 9-9, ગાંધીધામમાં 8, રાપરમાં 6 અને ભચાઉ તાલુકામાં 4 દબાણો હટાવી સરકારી જમીનને મુક્ત કરાવવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત ધ્રોબાણા, કુરન, ખાવડા, લુડીયા, વરનોરા નાના, કોટડા જડોદર, જતાવીરા, મેઘપર બોરીચી, ભારાપર, ચુડવા, મીઠીરોહર, સમાઘોઘા, શિરાચા, ધ્રબ, મોટી ભુજપુર, મસ્કા, વાંઢ, દોલતપર, ચિત્રોડ, બેલા અને જખૌ સહિતના અનેક ગામોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ સહન કરવામાં આવશે નહીં. જાહેર હિત અને સરકારી સંપત્તિના સંરક્ષણને પ્રાથમિકતા આપતાં આગામી સમયમાં પણ આવા દબાણો સામે નિયમિત ધોરણે અભિયાન ચાલુ રહેશે. વહીવટીતંત્રની આ કાર્યવાહીથી સરકારી જમીનોના સંરક્ષણ સાથે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande