વલસાડ રૂરલના પ્રોહિબિશન કેસનો વોન્ટેડ આરોપી વાપીથી એલસીબીએ ઝડપી પાડ્યો
વલસાડ, 09 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન એક્ટના ગુનામાં લાંબા સમયથી ફરાર અને વોન્ટેડ આરોપીને વાપીમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા
આરોપી


વલસાડ, 09 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન એક્ટના ગુનામાં લાંબા સમયથી ફરાર અને વોન્ટેડ આરોપીને વાપીમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે.પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી અમિત ઉર્ફે પંકજ દિનેશ લલન ત્રિપાઠી હાલ વાપીના ગીતાનગર સ્થિત એવરસાઇન ટાવરમાં રહેતો હતો. એલસીબીના સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને વાપીમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી સામે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(ઈ), 81, 98(2) અને 116(ખ) હેઠળ ગુનો નોંધાયેલ છે. કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે આરોપીને વલસાડ રૂરલ પોલીસના હવાલે સોંપવામાં આવ્યો છે.આ કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.જી. પરમાર તથા તેમની ટીમના એએસઆઈ પ્રવિણ કિર્શનભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હારીશ કમરૂલ અને રાહુલ ગુલાબભાઈએ સંયુક્ત રીતે પાર પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande