
મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ પ્રોગ્રામ ઓફિસર, ICDS દ્વારા જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓ (CDPO) સાથે વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં બાળ અને માતા પોષણને વધુ અસરકારક બનાવવા તેમજ કુપોષણ મુક્ત મહેસાણા અભિયાનને ગતિ આપવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠક દરમિયાન FRS, THR (ટેક હોમ રેશન), હેડ કાઉન્ટ, લાભાર્થી કવરેજ, પૂર્ણા એન્ટ્રી, ગ્રાન્ટની સ્થિતિ, સેલ્ફ આધાર, ABHA કાર્ડ, આંગણવાડી કેન્દ્રોના બાંધકામ તેમજ પોષણસંગમ સહિતની વિવિધ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ તાલુકાઓની કામગીરીનું મૂલ્યાંકન કરી જ્યાં સુધારાની જરૂરિયાત જણાઈ ત્યાં સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રોગ્રામ ઓફિસરે તમામ CDPOને રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ સમયસર અને ગુણવત્તાયુક્ત કામગીરી સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો. ખાસ કરીને કુપોષિત બાળકોની ઓળખ, તેમની નિયમિત દેખરેખ, પોષણ સેવાઓનો વ્યાપ વધારવા અને તમામ યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે અસરકારક કામગીરી કરવાની સૂચના આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR