દિવાલ ધરાશાયી દુર્ઘટનામાં બાળકના મોત બાદ મનપાના પદાધિકારીઓએ પરિવારને પાઠવી સાંત્વના
મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) મહેસાણા શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં એક બાળકના દુઃખદ અવસાન બાદ મહેસાણા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સા
દિવાલ ધરાશાયી દુર્ઘટનામાં બાળકના મોત બાદ મનપાના પદાધિકારીઓએ પરિવારને પાઠવી સાંત્વના


મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) મહેસાણા શહેરમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટનામાં એક બાળકના દુઃખદ અવસાન બાદ મહેસાણા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી.

મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનાથી થયેલી અપૂર્ણીય ક્ષતિની ભરપાઈ કોઈ કરી શકે તેમ નથી તેમ જણાવતાં તેમણે પરિવારજનોને આ કપરા સમયમાં હિંમત અને ધૈર્ય જાળવી રાખવા અપીલ કરી હતી.

મનપાના પ્રતિનિધિઓએ પરિવારને જરૂરી સહયોગ અને સંવેદનાત્મક ટેકો આપવાની ખાતરી પણ વ્યક્ત કરી હતી. ભારે વરસાદ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર શહેરમાં શોકની લાગણી ફેલાવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande