મહેસાણામાં મહિલાઓ માટે રોજગારની સુવર્ણ તક, 13 જુલાઈએ યોજાશે ભરતીમેળો
મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) મહિલાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા મહિલા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. 13 જુલાઈ 2026, સોમવારના રોજ સવારે 10:30 કલા
મહેસાણામાં મહિલાઓ માટે રોજગારની સુવર્ણ તક, 13 જુલાઈએ યોજાશે ભરતીમેળો


મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) મહિલાઓને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા દ્વારા મહિલા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો તા. 13 જુલાઈ 2026, સોમવારના રોજ સવારે 10:30 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, મહેસાણા ખાતે યોજાશે.

રોજગાર અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ધોરણ 10, ધોરણ 12 પાસ તેમજ ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતી 18થી 40 વર્ષની મહિલા ઉમેદવારો આ ભરતીમેળામાં ભાગ લઈ શકશે. ભરતીમેળામાં ખાનગી ક્ષેત્રની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ ઉપસ્થિત રહી લાયકાત અને અનુભવના આધારે ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરશે, જેથી મહિલાઓને રોજગાર મેળવવાની સરળ અને ઝડપી તક મળશે.

રોજગાર વિનિમય કચેરીએ રસ ધરાવતી મહિલા ઉમેદવારોને પોતાના બાયોડેટાની જરૂરી નકલો, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથે નિયત સમય અને સ્થળે હાજર રહેવા અપીલ કરી છે. મહેસાણા જિલ્લાના રોજગારવાંચ્છુ મહિલાઓ માટે આ ભરતીમેળો ખાનગી ક્ષેત્રમાં કારકિર્દીની નવી તકો મેળવવા માટે એક મહત્વપૂર્ણ અવસર બનશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande