વિસનગર મારામારી કેસમાં એક વર્ષથી ફરાર આરોપી પેરોલ-ફર્લો સ્કોડના હાથે ઝડપાયો
મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.)વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ફરતા આરોપીને મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ
વિસનગર મારામારી કેસમાં એક વર્ષથી ફરાર આરોપી પેરોલ-ફર્લો સ્કોડના હાથે ઝડપાયો


મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.)વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર ફરતા આરોપીને મહેસાણા પેરોલ-ફર્લો સ્કોડે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ફરાર આરોપીઓ સામે સતત કાર્યવાહી ચાલી રહી છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળિયાના માર્ગદર્શન હેઠળ પેરોલ-ફર્લો સ્કોડના પીએસઆઈ કે.જી. ચૌધરીની ટીમ ફરાર આરોપીઓની શોધખોળમાં હતી.

દરમિયાન ખાનગી બાતમીના આધારે ટીમે કાંસા ચોકડી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ત્યાંથી વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી ભાવિકભાઈ ઉર્ફે ગફુર સુરેશભાઈ કાશીરામ પટેલ (ઉ.વ. 42), રહે. વાલમ, તા. વિસનગરને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી છેલ્લા એક વર્ષથી ફરાર હતો.

પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં પીએસઆઈ કે.જી. ચૌધરી, એએસઆઈ દિનેશજી મલાજી અને પોલીસ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ગીરીશસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande