કડી ડિવિઝનમાં મહેસાણા પોલીસનું કોમ્બિંગ નાઇટ ઓપરેશન, 240 વાહનો અને 144 હિસ્ટ્રીશીટરો-એમસીઆરની તપાસ
મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) કડી ડિવિઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા મહેસાણા પોલીસે કોમ્બિંગ નાઇટનું આયોજન કરી હિસ્ટ્રીશીટરો, એમસીઆર, શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ વાહનોની સઘન તપાસ હાથ ધરી હતી. સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમોના અમલ સા
કડી ડિવિઝનમાં મહેસાણા પોલીસનું કોમ્બિંગ નાઇટ ઓપરેશન, 240 વાહનો અને 144 હિસ્ટ્રીશીટરો-એમસીઆરની તપાસ


મહેસાણા, 09 જુલાઈ (હિ.સ.) કડી ડિવિઝન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા મહેસાણા પોલીસે કોમ્બિંગ નાઇટનું આયોજન કરી હિસ્ટ્રીશીટરો, એમસીઆર, શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ વાહનોની સઘન તપાસ હાથ ધરી હતી. સમગ્ર કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમોના અમલ સાથે હોટલ-ઢાબા, ગેસ્ટહાઉસ, બસ સ્ટેશન, મંદિરો અને જાહેર સ્થળોએ પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.કડી ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશન તેમજ એલસીબી મહેસાણાની કુલ સાત ટીમોએ સંયુક્ત કામગીરી કરી હતી.

કોમ્બિંગ નાઇટ દરમિયાન કડી, બેચરાજી, નંદાસણ, બાવલુ, મોઢેરા અને સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 240 વાહનોની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત 144 હિસ્ટ્રીશીટર અને એમસીઆરની ચકાસણી કરી તેમની હાલની પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી આગળ પણ નજર રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત 16 હોટલ-ઢાબા અને ગેસ્ટહાઉસ, 12 શંકાસ્પદ વ્યક્તિઓ, 21 સિક્યુરિટી ગાર્ડ, 4 બસ સ્ટેશન, 11 મંદિરો તેમજ 8 અવાવરૂ સ્થળો અને કેનાલ રોડ વિસ્તારમાં પણ ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે નાગરિકોને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની અપીલ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande