ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં એક્ટીવા ચોરીનો ભેદ ઉકેલ્યો, એક આરોપી ઝડપાયો
મહેસાણ, 09 જુલાઈ (હિ.સ.) ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી એક્ટીવાનો ભેદ ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી એક આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી
ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં એક્ટીવા ચોરીનો ભેદ ઉકેલ્યો, એક આરોપી ઝડપાયો


મહેસાણ, 09 જુલાઈ (હિ.સ.) ઊંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલી એક્ટીવાનો ભેદ ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી એક આરોપીને ચોરીના વાહન સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. જ્યારે અન્ય એક આરોપી હજુ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા માટે ઊંઝા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ નંબર પ્લેટ વગરનું સફેદ એક્ટીવા લઈને જે.પી.ના વાડા પાસે આવી રહ્યો છે. પોલીસે સ્થળ પર વોચ ગોઠવી શંકાસ્પદ યુવકને રોકી પૂછપરછ કરતાં તેણે સુપથ્ય કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગમાંથી એક્ટીવાની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરતાં એક્ટીવાનો હોવાનું અને તે ઊંઝા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો મુદ્દામાલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી સાહિલકુમાર સુરેશ મફતલાલ પરમાર . ઊંઝાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ફરાર આરોપી રાજેન્દ્રકુમાર ઉર્ફે કટાર અશોકભાઈ શ્રીમાળીની શોધખોળ ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande