
સુરત, 09 જુલાઈ (હિ.સ.) : કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીની અધ્યક્ષતામાં શહેરના મજુરાગેટ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આજે તા.10મીએ બપોરે 02:30 કલાકે કેન્દ્ર સરકારની PM-SETU યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાશે.
વિવિધ ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ, ઉચ્ચ અધિકારીઓ અને તાલીમાર્થીઓને કેન્દ્ર સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય (MSDE) દ્વારા કાર્યરત PM-SETU યોજના હેઠળ થનારા ડિજિટલ અને ભૌતિક આધુનિકીકરણ, અત્યાધુનિક તાલીમ સુવિધાઓ તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અપાનારા કૌશલ્ય વિકાસ અંગેની વિસ્તૃત માહિતી અપાશે. સાથે જ આ યોજના હેઠળ સંસ્થા અને અગ્રણી ઉદ્યોગો વચ્ચેના સેતુને વધુ મજબૂત બનાવવામાં આવશે, જેથી તાલીમાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન અને સીધી રોજગારીની ઉત્તમ તકો મળી રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે