પારડીના રોહીણામાં ક્રેટા કારમાંથી રૂ. 2.56 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, રૂ. 7.56 લાખનો મુદ્દામાલ જપ્ત
વલસાડ, 09 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પારડી તાલુકાના રોહીણા ગામે બાતમીના આધારે સફળ કાર્યવાહી કરીને એક હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 7,56,944નો મુદ્દા
ક્રેટા કાર


વલસાડ, 09 જુલાઈ (હિ.સ.) વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પારડી તાલુકાના રોહીણા ગામે બાતમીના આધારે સફળ કાર્યવાહી કરીને એક હ્યુન્ડાઇ ક્રેટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ રૂ. 7,56,944નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે કારચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરવામાં આવી છે.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે રોહીણા ગામના મંદિર ફળિયા વિસ્તારમાં નિલેશ રમેશ પટેલના ઘર સામે ઉભેલી સફેદ રંગની હ્યુન્ડાઇ ક્રેટા કાર ની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 1,824 બોટલ તથા ટીન (435.840 લિટર) મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 2,56,944 હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત કારની કિંમત રૂ. 5 લાખ ગણતાં કુલ રૂ. 7,56,944નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં કારચાલક તરીકે રોહીણા ગામના મિતેષ ઉર્ફે કાલુ રેવલાભાઈ ધોડીયા પટેલનું નામ સામે આવ્યું છે. જોકે કાર્યવાહી દરમિયાન તે ફરાર થઈ ગયો હતો. તેની સામે પારડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસના જણાવ્યા મુજબ આરોપી સામે અગાઉ વાંસદા, ધરમપુર અને પારડી પોલીસ સ્ટેશનમાં અકસ્માત તેમજ પ્રોહિબિશન એક્ટ સહિત કુલ ચાર ગુનાઓ નોંધાયેલા છે.આ સમગ્ર કાર્યવાહી વલસાડ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.યુ. રોઝના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. જે.બી. ધનેશા તથા એલસીબીની ટીમે બાતમીના આધારે સફળતાપૂર્વક પાર પાડી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande