સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે 100થી વધુ છોડનું વૃક્ષારોપણ
પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે એન.એસ.એસ. યુનિટ, સામુદાયિક સેવા ધારા અને એન્વાયરો ક્લબના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજ પરિસરને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે કેમ્પસના બગીચામાં 100
સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે 100થી વધુ છોડનું વૃક્ષારોપણ


પાટણ, 09 જુલાઈ (હિ.સ.) : સમીની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે એન.એસ.એસ. યુનિટ, સામુદાયિક સેવા ધારા અને એન્વાયરો ક્લબના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજ પરિસરને હરિયાળું અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે કેમ્પસના બગીચામાં 100થી વધુ કરેણ અને જાસુદના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કોલેજના આચાર્ય ડૉ. ટી.પી. આનંદે પ્રકૃતિ સંરક્ષણ અને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમના તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. જાગૃતિબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો, અધ્યાપકો, મુલાકાતી વ્યાખ્યાતાઓ અને આઉટસોર્સ કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કર્યું હતું.

આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે અને વૃક્ષોનું સંરક્ષણ કરવાની ભાવના વિકસે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. ઓછા પાણીમાં ઉછરી શકતા છોડના વાવેતરથી કોલેજ પરિસરની સુંદરતામાં વધારો થશે તેમજ હરિયાળા અને સ્વચ્છ કેમ્પસના નિર્માણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande