વડોદરામાં 45મી ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ તેજ, પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી
વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં આગામી અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી 45મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને તૈયારીઓ તેજ કરી દીધી છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે
ભગવાન જગન્નાથની સમીક્ષા બેઠક


ભગવાન જગન્નાથની સમીક્ષા બેઠક


ભગવાન જગન્નાથની સમીક્ષા બેઠક


વડોદરા , 09 જુલાઈ (હિ.સ.) વડોદરા શહેરમાં આગામી અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી 45મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસને તૈયારીઓ તેજ કરી દીધી છે. રથયાત્રા શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જાતે ઇસ્કોન મંદિર પહોંચી ભગવાનના રથનું નિરીક્ષણ કર્યું હતું.

નિરીક્ષણ દરમિયાન પોલીસ કમિશનરે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા, રૂટ પરની તૈયારીઓ તેમજ શ્રદ્ધાળુઓની સલામતીને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનો આપ્યા હતા.

ત્યારબાદ ઇસ્કોન મંદિર ખાતે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠક દરમિયાન રથયાત્રાના સમગ્ર રૂટ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ટ્રાફિક નિયંત્રણ, ઇમરજન્સી પ્રતિસાદ, ભીડ વ્યવસ્થાપન અને શ્રદ્ધાળુઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું કે રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવી સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે.

વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે શહેરવાસીઓને પણ રથયાત્રા દરમિયાન ટ્રાફિક સૂચનાઓનું પાલન કરવા અને પોલીસને સહકાર આપવા અપીલ કરી છે, જેથી આ ધાર્મિક મહોત્સવ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ શકે.

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande