
સુરત, 09 જુલાઈ (હિ.સ.) : શહેરમાં ભારે વરસાદ અને ત્રણ ખાડીઓ ઓવરફ્લો થતાં સર્જાયેલી પૂર જેવી સ્થિતિનો ત્રીજો દિવસ હોવા છતાં અનેક વિસ્તારોમાં લોકોની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યું છે, પરંતુ પર્વત ગામ, લિંબાયત અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ બે થી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાથી રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ, ગંદકી, વીજ પુરવઠાની સમસ્યા અને ઘરવખરીને થયેલા નુકસાનને કારણે જનજીવન સંપૂર્ણપણે સામાન્ય બન્યું નથી.
પૂરની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી એ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરીને સરકારી સહાય અને કેશડોલ્સ સમયસર પહોંચાડવા સૂચના આપી હતી. સાથે જ વેપારીઓ અને રહેવાસીઓને વહેલી તકે રાહત મળે તે માટે વહીવટી પ્રક્રિયામાં વિલંબ ન થાય તેની પણ તાકીદ કરવામાં આવી હતી.
બીજી તરફ દ્વારા પાણી ઉતરી ગયેલા વિસ્તારોમાં સફાઈ, કાદવ દૂર કરવાની કામગીરી તેમજ જંતુનાશક દવાઓ અને બ્લીચિંગ પાવડરનો છંટકાવ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટનાએ શહેરની ડ્રેનેજ વ્યવસ્થા અને ખાડી વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત સ્પષ્ટ કરી છે. ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ટાળવા માટે લાંબા ગાળાના આયોજન અને આધુનિક વોટર મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન આપવું જરૂરી બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે